SBI એ ATM માંથી કેશ લેવા માટે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો...

એસબીઆઇના ગ્રાહકો અત્યાર સુધી એક દિવસ દરમિયાન 40 હજાર રૂપિયા સુધી કેશ એટીએમમાંથી કાઢી શકતા હતા. જોકે બેંક દ્વારા હવે ઓક્ટોબર માસના અંતથી આ મર્યાદામાં ઘટાડો કરી દેવાયો છે. એનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોને અત્યારની સરખામણીએ રોજ ઓછી કેશ કાઢવા મળશે. અત્યારે એસબીઆઇ બેંકના ડેબિટ કાર્ડ ધારકો રોજ 40 હજાર રૂપિયા એટીએમમાંથી કાઢી શકે છે. પરંતુ હવે આ મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે 20 હજાર રૂપિયા જ કેશ કાઢી શકાશે. જોકે એસબીઆઇ દ્વારા આ નવો નિયમ 31મી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. આ અંગે બેંક દ્વારા વિવિધ શાખાઓને જાણકારી પણ આપી દેવામાં આવી છે. 

  • SBI દ્વારા નવો નિયમ 31 ઓક્ટોબરથી લાગુ કરાશે
  • હવે પ્રતિ રોજ 20 હજાર રૂપિયા જ એટીએમમાંથી મળશે
  • વધુ લિમિટ માટે અલગથી નવું ડેબિટ કાર્ડ લેવાનું રહેશે

Trending Photos

SBI એ ATM માંથી કેશ લેવા માટે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો...

નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે એટીએમથી કેશ કાઢવાની મર્યાદામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. એનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોને અત્યારની સરખામણીએ રોજ ઓછી કેશ કાઢવા મળશે. અત્યારે એસબીઆઇ બેંકના ડેબિટ કાર્ડ ધારકો રોજ 40 હજાર રૂપિયા એટીએમમાંથી કાઢી શકે છે. પરંતુ હવે આ મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે 20 હજાર રૂપિયા જ કેશ કાઢી શકાશે. જોકે એસબીઆઇ દ્વારા આ નવો નિયમ 31મી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. આ અંગે બેંક દ્વારા વિવિધ શાખાઓને જાણકારી પણ આપી દેવામાં આવી છે. 

એસબીઆઇની વિવિધ શાખાઓને મોકલવામાં આવેલા આદેશમાં કહેવાયું છે કે, બેંકોના એટીએમ ટ્રાન્જેકશનમાં થતી ગેરરીતિ અને છેતરપિંડીની ફરિયાદોને ધ્યાનમાં લેતાં તેમજ ડિજિટલ કેશલેસ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવાના હેતુથી કેશની મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ક્લાસિક અને મેસ્ટ્રો પ્લેટફોર્મ પર ઇસ્યુ કરાયેલા ડેબિટ કાર્ડમાં આ નવો નિયમ લાગુ થશે. 

છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યુ છે કે, એટીએમ મશીનની આસપાસ કેમેરા લગાવીને ગ્રાહકોનો પિન નંબર ચોરવામાં આવે છે અને કાર્ડ ક્લોન કરી છેતરપિંડી કરવામાં આવે છે. એસબીઆઇનું કહેવું છે કે, જે ગ્રાહકોને એક દિવસમાં 20 હજાર કરતાં વધુ રકમની જરૂર હોય એવા ગ્રાહકોને ઉંચી કેટેગરીનું ડેબિટકાર્ડ લેવાનું રહેશે. આ કાર્ડ એવા બેંક ખાતા ધારકોને આપવામાં આવશે જેમના ખાતામાં મિનિમમ બેલેન્સ વધુ હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news